IPL 2018: KKRએ બનાવ્યો IPL ઈતિહાસનો ચોથો મોટો સ્કોર, જાણો ટોપ-5માં કોણ-કોણ છે સામેલ
આઈપીએલમાં બીજા સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પણ આરસીબીના નામે છે. 2016માં આરસીબીએ ગુજરાત લાયન્સ સામે 5 વિકેટના નુકસાન પર 248 રન ખડક્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલમાં સૌથી મોટા સ્કોરનો રોકોર્ડ આરસીબીએ 2013માં બેંગલુરુમાં પુણે વોરિયર્સ સામે બનાવ્યો હતો. આ મેચમાં ક્રિસે ગેલ આક્રમક બેટિંગ કરતા સદી ફટકારી હતી. 20 ઓવરના અંતે આરસીબીએ 5 વિકેટના નુકસાન પર 263 રન ફટકાર્યા હતા.
આઈપીએલનો પાંચમો સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પણ સીએસકેના નામે છે. 2016માં સીએસકેની ટીમે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 5 વિકેટ પર 240 રન નોંધાવ્યા હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ત્રીજા સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે છે. 2010માં ચેન્નાઈએ રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટના નુકસાન પર 246 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ કોલકાતા નાઇટરાઇડર્સે શનિવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આઈપીએલ 2018માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે ઇતિહાસ રચી દીધો હતો. કેકેઆરની ટીમે સુનીલ નારાયણ અને કેપ્ટન દિનેશ કાર્તિકની આક્રમક ફિફ્ટીની મદદથી 6 વિકેટ પર 245 રન બનાવ્યા. જે ચાલુ આઈપીએલની સીઝનનો સૌથી મોટો સ્કોર અને આઈપીએલ ઇતિહાસનો ચોથો મોટો સ્કોર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -