રિલાયન્સ Jioના નવા પોસ્ટપેડ પ્લાનથી શરૂ થશે હવે નવું ટેરિફ વોર, જાણો વિગત
ગોલ્ડેમેન સાક્સે કહ્યું કે, જિયોના આંતરરાષ્ટ્રીય કોલના દર ઘણા પ્રતિસ્પર્ધી છે અને તેના કારણે આપણે પ્રતિસ્પર્ધી કંપનીઓ પર રેટ ઓછા કરવાનું દબાણ જોઈ શકીએ છીએ. આ સ્થિતિમાં જ્યારે 10-15 ટકા પોસ્ટપેજ રેવન્યૂ આંતરરાષ્ટ્રીય કોલથી મળે છે અને જો તેમાં 50 ટકા ઘટાડે થશે તો હરિફ કંપનીઓની આવકમાં ઘણો ઘટાડો જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ જિઓએ ગુરુવારે નવા પોસ્ટપેડ પ્લાનની જાહેરાત કરી હતી, જે 199 રૂપિયા પ્રતિ માસના દરથી શરૂ થાય છે. જે અંતર્ગત જિયો 50 પૈસા પ્રતિ મિનિટના દરથી આંતરરાષ્ટ્રીય કોલ ઓફર કરી રહી છે. આ પ્લાન 15મેથી ગ્રાહકો માટે ઉપલબ્ધ બનશે.
જેપી મોર્ગેને તેના રિપોર્ટમાં કહ્યું છે કે આ પગલાંથી પોસ્ટપેડ ક્ષેત્રમાં દરમાં ઘટાડો જોવા મળી શકે છે. તેનાથી અન્ય કંપનીઓને નુકસાન થશે. જિયોનો પોસ્ટપેડ પ્લાન અન્ય કંપનીઓના પોસ્ટપેડ દરથી ઘણો ઓછો છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો દ્વારા તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા 199 રૂપિયાના નવા પોસ્ટપેડ પ્લાનથી ટેલીકોમ સેક્ટરની અન્ય કંપનીઓની રેવન્યૂ પર પ્રતિકૂળ અસર પડવાની સંભાવના છે. આ કંપનીઓ જિયોના આગમન બાદ જંગી ખોટનો સામનો કરી રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ જિયોના આ નવા પોસ્ટપેડ પ્લાનથી ટેલીકોમ સેક્ટરમાં નવું ટેરિફ વોર શરૂ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -