અફઘાનિસ્તાનનો આ બેટ્સમેન 1 ઓવરમાં 6 સિક્સર ઠોકનારો બન્યો સાતમો ખેલાડી, બીજા કોણે કોણે કર્યું છે આ પરાક્રમ ?
T 20 ઈન્ટરનેશનલમાં 6 બોલમાં છ છગ્ગા ફટકારવાનું કારનામું ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર યુવરાજ સિંહે કર્યું હતું. 2007ના ટી20 વર્લ્ડકપમાં તેણે ઈંગ્લેન્ડ સામે આ કારનામું કર્યું હતું.
ક્રિકેટમાં સૌપ્રથમ છ બોલમાં છ સિક્સર વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન સર ગારફિલ્ડ સોબર્સે મારી હતી. આ મેચ ફર્સ્ટ ક્લાસ હતી.
ન્યૂઝિલેન્ડના રોઝ વ્હાઇટલે પણ ટી20માં 6 બોલમાં છ છગ્ગાવાળી કરી ચુક્યો છે.
ભારત તરફથી આવી સિદ્ધી સૌપ્રથમ ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રવિ શાસ્ત્રીએ મેળવી હતી. તેણે ફર્સ્ટ ક્લાસ મેચમાં આ પરાક્રમ કર્યું હતું.
વન ડે ઈન્ટરનેશલમાં 6 બોલમાં 6 સિક્સર મારવાનું કારનામું સાઉથ આફ્રિકાના પૂર્વ ઓપનરે હર્ષલ ગિબ્સે કર્યું હતું.
દુબઈઃ અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (APL)માં અફઘાનિસ્તાનના ડાબોડી બેટ્સમેન હઝરતુલ્લા ઝઝાઈનું શાનદાર પ્રદર્શન જારી છે. તેણે રવિવારે કાબુલ જવાનન તરફથી રમતા એક જ ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. એક જ ઓવરમાં છ સિક્સર મારનારો તે ક્રિકેટ વિશ્વનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે.