ભાજપના ક્યા સાંસદના પુત્રની ધમકીવાળી ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જાણો વિગત
પરંતુ જો ઓડિયો ક્લીપને સાચી માનવામા આવે તો સાંસદના પુત્ર પીયુષે કમલેશ નામના કોન્ટ્રાક્ટરના ટાંટીયા ભાંગી નાખવા અને તોડફોડ કરવા કામ આપ્યાનું સ્પષ્ટ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજીબાજુ સાંસદ કાછડિયાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર ક્યાંય સામેલ નથી. ચૂંટણી નજીક આવી રહી છે એટલે આવું તો આવવાનું જ.
કથિત રીતે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પુત્ર પીયુષ સાથેની વાતચીત હોવાનું કહેવાય છે. જોકે પોલીસે હજુ સુધી રેકર્ડ પર ક્યાંય સાંસદના પુત્રનું નામ લીધું નથી.
અમરેલી: પીપાવાવ નજીક ચારેક માસ પહેલાં નેશનલ હાઇવેના કામના એક કોન્ટ્રાક્ટરને ત્યાં ત્રણ શખ્સોએ હુમલો કરી તોડફોડ કર્યાં હતો. આ કેસમાં પોલીસે મુખ્ય સુત્રધારને પકડી લીધો હતો. પોલીસ મુખ્ય સુત્રધારની પૂછપરછ કરતાં એક ઓડિયો ક્લિપ કબ્જે કરી હતી.
બે માસ પહેલા જ જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયે આવી ક્લીપ મળ્યાંનુ સમર્થન આપ્યું હતું અને સોમવારે ફરી તેમણે કહ્યું હતું કે, હા અમને ક્લિપ મળી છે. તપાસ ચાલુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -