નવી દિલ્હીઃ યુવરાજ સિંહ અને કેવિન પીટરસનની મિત્રતા જગ જાહેર છે. ક્રિકેટના મેદાનથીલઈ મેદાનની બહાર બંને એકબીજાની મજા લેવાનો એક પણ મોકો છોડતા નથી. બંને વચ્ચે સોશિયલ મીડિયા પર હંમેશા હસી મજાક થતી રહે છે.


તાજેતરમાં જ કઈંક આવું જોવા મળ્યું. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિહેં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યો હતો. વાત એમ છે કે વર્તમાન સમયમાં ઈંગ્લેન્ડમાં ઈંગ્લિશ પ્રીમિયર લીગ ટોચ પર છે. લીગના પહેલા મુકબલામાં ચેલ્સીની માનચેસ્ટર યુનાઈડ સામે હાર થઈ હતી. માનચેસ્ટર યુનાઈટેડની જીત બાદ યુવરાજ સિંહે કેવિન પીટસરનને ટ્રોલ કર્યો હતો.



યુવીએ ટ્વિટ કરીને લખ્યું, હેલ્લો મિસ્ટર કેવિન પીટરસન.... ખૂબ ચુપ છે આજે તું. બધુ ઠીક તો છે ને.... યુવરાજ માનચેસ્ટર યુનાઈટેડનો ફેન છે અને ટીમની જીત બાદ ચેલ્સીના ફેન કેવિન પીટરસનની મજા લીધી હતી. જોકે પીટરસને યુવરાજની ટ્વિટનો હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.

મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં જમ્મુ-કાશ્મીર, લદાખને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત