કોહલી-અનુષ્કાએ આ રીતે સેલિબ્રેટ કર્યુ નવું વર્ષ, જુઓ તસવીરો
abpasmita.in | 01 Jan 2020 03:58 PM (IST)
કોહલી અને અનુષ્કા સ્વિત્ઝર્લેન્ડમાં હાલ બીજી એનિવર્સરી મનાવી રહ્યા છે. બંનેએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલ પત્ની અનુષ્કા શર્મા સાથે સ્વિત્ઝર્લેન્ડમાં રજા ગાળી રહ્યો છે. નવા વર્ષ 2020ને લઈ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે એક તસવીર શેર કરી છે. કોહલીએ ફોટાના કેપ્શનમાં લખ્યું, ઓન પોઇન્ટ ફોર 2020. આ તસવીરમાં કોહલી બ્લેક કલરના ટક્સિડોમાં નજરે પડી રહ્યો છે. જ્યારે અનુષ્કા શર્માએ બ્લેક કલરની હાઇ સ્લિટવાળો ડ્રેસ પહેર્યો છે. આ પહેલા કોહલીએ એક ફોટો ટ્વિટ કરીને સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે પત્ની અનુષ્કા શર્માને સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર ગણાવી હતી. કોહલી અને અનુષ્કા સ્વિત્ઝર્લેન્ડમાં હાલ બીજી એનિવર્સરી મનાવી રહ્યા છે. બંનેએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. (તસવીર અને વીડિયો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)