નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ ત્રણ મેચની ટી20 સીરીઝ માટે મંગળવારે શ્રીલંકન ટીમની જાહેરાત થઈ છે. શ્રીલંકાની ટીમમાં મેથ્યૂઝની વાપસી થઈ છે. જ્યારે ઈજાને કારણે ફાસ્ટ બોલર નુવાન પ્રદીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે શેહાન જયસૂર્યાને બહારનો રસ્તા બતાવવામાં આવ્યો છે. શ્રીલંકન ટીમ લસિથ મલિંગાના નેતૃત્વમાં 5મી જાન્યુઆરીથી સીરીઝની શરૂઆત કરશે. 18 મહિના બાદ ટી20 ટીમમાં પરત ફરેલ મેથ્યૂઝના અનુભવનો શ્રીલંકન ટીમના યુવા ખેલાડીઓને ફાયદો થશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 16 મેચ રમાઇ છે. 11 મેચ ટીમ ઇન્ડિયાએ જ્યારે 5 મેચ શ્રીલંકાએ જીતી છે. ટીમ ઇન્ડિયા જો સિરીઝની તમામ ત્રણ મેચ જીતી જાય છે તો શ્રીલંકા વિરૂદ્ધ સૌથી વધારે 14 મેચ જીતનારી ટીમ બની જશે. ત્રણ મેચોની સિરીઝની પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. બીજી ટી-20 મેચ 7 જાન્યુઆરીએ ઇંદોરમાં અને ત્રીજી ટી-20 મેચ 10 જાન્યુઆરીએ રમાશે. ઇજાગ્રસ્ત નુવાન પ્રદીપના સ્થાને કસુન રાજીયાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

શ્રીલંકાની ટીમ

લસિથ મલિંગા (C), કુસલ પરેરા, ધુનુષ્કા ગુણાથિલાકા, અવિષ્કા ફર્નાંડો, ભાનુકા રાજપક્ષ, ઓશદા ફર્નાંડો, દાસુન સનાકા, એંજેલો મૈથ્યુઝ, નિરોસન ડિકવેલા, કુસલ મેંડિસ, વાનિન્દુ હસરંગા, લક્ષણ સંદાકન, ધનંજયા ડિસિલ્વા, લાહિરૂ કુમાર, ઇસરૂ ઉદાના.