Exit Poll 2024
(Source: Poll of Polls)
પાકિસ્તાનના જાણીતા ક્રિકેટરે ધોનીના બહાને વિરાટ કોહલી અંગે કહી દીધી આ મોટી વાત, જાણો વિગત
આફ્રિદીએ જણાવ્યું હતું કે હાલના ક્રિકેટમા વિરાટ કોહલી મારો ફેવરિટ બેટ્સમેન છે. જોકે વાત કેપ્ટનશિપની આવે તો હજુ તેણે સીનિયર ખેલાડી અને પૂર્વ સુકાની એમએસ ધોની પાસેથી ઘણું શીખવાની જરુર છે. કારણ કે મારી નજરમાં ધોની હજુ પણ બેસ્ટ કેપ્ટન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆફ્રિદીએ ધોનીના ભવિષ્ય અને નિવૃત્તિ અંગે જણાવ્યું કે, ધોનીએ ભારત માટે જે કર્યું છે તે કોઈ ન કરી શકે. ધોનીએ ક્યારે નિવૃત્તિ લેવી જોઈએ તે અંગે જણાવવાનો કોઈને હક નથી. આગામી વર્ષે 2019 વર્લ્ડ કપમાં ભારત માટે સારો મોકો છે અને આ માટે ધોનીનું ટીમમાં રહેવું જરૂરી છે.
ટીમ ઇન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં ભારતીય ટીમ 3 ટી-20, 4 ટેસ્ટ અને 3 વન-ડે રમવાનું છે.ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર આફ્રિદીએ કહ્યું હતું કે જો ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર જીતવા માંગે છે તો બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાની પિચો પહેલા જેવી ઉછાળ ભરી રહી નથી. હવે પહેલાની સરખામણીએ રન બનાવવા આસાન છે. તેથી જો ભારતીય ટીમ ત્યાં જઈને સારી બેટિંગ કરશે તો નિશ્ચિતપણે ઓસ્ટ્રેલિયાને તેને ઘરમાં હરાવશે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ભલે ક્રિકેટ વિશ્વમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો હોય પરંતુ કેપ્ટન તરીકે ખુદને સાબિત કરવામાં કોહલી હજુ પણ ધોનીની આસપાસ નથી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ એક ન્યૂઝ ચેનલ સાતે વાતચીતમાં આમ જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -