આ યુવા ખેલાડી પર ફિદા થયો વિરાટ કોહલી, કહી આ મોટી વાત....
કોહલીએ કહ્યું, અમુક અસાધારણ પ્રતિભા સામે આવી રહી છે. તમે જોયુ કે પૃથ્વી શોએ મળેલી તકનો ફાયદો ઉઠાવ્યા. શુભમન પણ પ્રતિભાશાળી ખેલાડી છે. તેમણે કહ્યું, મેં તેને નેટ્સ પર બેટિંગ કરતો જોયો અને હું હેરાન છું, જ્યારે હું 19 વર્ષનો હતો ત્યારે તેના મુકાબલે 10 ટકા પણ નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુભમન અંડર 19 વિશ્વકપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તેમણે ગત વર્ષ આઈસીસીની આ પ્રતિયોગિતામાં ત્રીજા નંબર પર બેટિંગ કરતા 418 રન બનાવ્યા અને ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી થયો હતો.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે કહ્યું કે યુવા શુભમન ગિલને નેટ્સ પર બેટિંગ કરતો જોઇ તેણે અનુભવ્યું કે, જ્યારે તે 19 વર્ષના હતા તો આ બેટ્સમેનના મુકાબલે 10 ટકા પ્રતિભા પણ તેમનામાં નહોતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ યુવા ક્રિકેટર શુભમન ગિલની ખૂબ પ્રશંસા કરી છે. 20 વર્ષના શુભમન ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરી રહેલ ભારીતય વનડે ટીમમાં સામેલ છે. જોકે હજુ સુધી તેને સીનિયર સ્તર પર પોતાની ઇન્ટરનેશનલ કારકિર્દીની શરૂઆત કરવાની તક મળી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -