સ્મિથે કહ્યું કે, વિરાટ એવા દેશમાં ટેસ્ટ ક્રિકેટને પ્રાસંગિક બનાવી રાખ્યું છે, જે આઇપીએલ અને ટી-20ને પસંદ કરે છે. આ ખૂબ મોટી વાત છે. જ્યાં સુધી એક સુપરસ્ટારના રૂપમાં કોહલી ટેસ્ટ ક્રિકેટને પ્રમોટ કરતો રહેશે ત્યાં સુધી આપણે ટેસ્ટ ક્રિકેટને પ્રાસંગિક બનાવી રાખવામાં સફળ રહીશું.
તેણે કહ્યું કે, કૂકાબુરાનો બોલ ટેસ્ટ ક્રિકેટના રોમાંચને ખત્મ કરી રહી રહ્યો છે. કૂકાબુરા બોલ લોકોને નિરાશ કરી રહ્યો છે. આ બોલ મુલાયમ થઇ જાય છે અને લાંબા સમય સુધી સ્વિંગ કરતો નથી. હું સમજું છું કે, ટેસ્ટ ક્રિકેટ બોરિંગ ડ્રો મેચને વધુ સહન કરી શકશે નહીં. ટેસ્ટ ક્રિકેટને એવા બોલની જરૂર છે જે સ્પીન કરે, એવા બોલની જે સ્વિંગ થાય અને હવામાં દિશા બદલે. બોલ અને બેટ વચ્ચે થનારી સ્પર્ધાથી ટેસ્ટ ક્રિકેટ પ્રાસંગિક બનશે. નોંધનીય છે કે ગ્રીમ સ્મિથ સૌથી સફળ ટેસ્ટ કેપ્ટનનો રેકોર્ડ ધરાવે છે. સ્મિથે 109 ટેસ્ટ મેચમાં 53 જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર 32 ટેસ્ટ જીત સાથે બીજા નંબર પર છે.