IPL: રોમાંચક મેચમાં બેગ્લુંરુએ હૈદરાબાદને 14 રનથી હરાવ્યું, RCBએ પ્લેઓફની આશા જીવંત રાખી
છેલ્લી ઓવરમાં હૈદરાબાદને 20 રનોની જરૂર હતી, પણ મહેમાન ટીમે જબરદસ્ત બૉલિંગ કરતાં પહેલા જ બૉલે વિલિયનસનની વિકેટ ખેરવી દીધી હતી. અહીંથી તે હાર માટે મજબૂર થઇ ગયા. મનીષ અણનમ રહેવા છતાં પણ ટીમને ના જીતાડી શક્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, સનરાઈઝર્સની ટીમ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. સનરાઈઝર્સે 13 માંથી 9 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન પર યથાવત છે. જ્યારે આરસીબીની ટીમ 6 મેચમાં જીત હાંસલ કરીને 5માં સ્થાન પર આવી ગઇ છે.
બેગ્લુંરુએ પહેલી બેટિંગ કરતાં 20 ઓવરમાં 2018 નો વિશાળ સ્કૉર ખડક્યો હતો, જેનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે ખુબજ સંઘર્ષ કર્યો પણ માત્ર 204 રન સુધી જ પહોંચી શકી હતી. આમ આ મેચમાં 14 રનથી હૈદરાબાદને હરાવીને બેગ્લુંરુએ પોતાની પ્લેઓફમાં પહોંચવાની આશાને જીવંત રાખી હતી. આ મેચ એકદમ રોમાંચક તબક્કા વચ્ચેથી પસાર થઇ હતી.
હૈદરાબાદે ટૉસ જીતીને બેગ્લુંરુને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આ સિઝનમાં અત્યાર સુધી સૌથી મજબૂત ટીમ તરીકે ઉભરેલી હૈદરાબાદને એબી ડિવિલીયર્સે (69) અને મોઇન અલી (64), કોલિન ગ્રાન્ડહૉ (40) રને જબરદસ્ત બેટિંગ કરતા પસ્ત કરી દીધી હતી.
બેગ્લુંરુઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની રોમાંચક મેચ ગઇકાલે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેગ્લુંરુ અને હૈદરાબાદ વચ્ચે રમાઇ, જેમાં બેગ્લુંરુએ હૈદરબાદને માત્ર 14 રનોથી હરાવ્યુ હતું. આ સાથે જે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત થઇ ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -