IPL: શુબમન ગિલની શાનદાર બેટિંગથી કોલકતાએ પંજાબને સાત વિકેટે હરાવ્યું
abpasmita.in | 03 May 2019 08:34 PM (IST)
આ જીત સાથે કોલકતાના 13 મેચમાં 12 પોઇન્ટ છે અને તે પાંચમાં સ્થાન પર છે. આ જીત સાથે કોલકતા પ્લેઓફની રેસમાં આવી ગયું છે. તે મુંબઈ સામેની આગામી મેચ જીતે અને હૈદરાબાદ બેંગ્લોર સામે હારે તો પ્લેઓફમાં ક્વોલિફાય કરશે.
મોહાલી: યુવા બેટ્સમેન શુભમન ગિલની (અણનમ 65) શાનદાર બેટિંગની મદદથી આઈપીએલની 52મી મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે કિંગ્સ ઇલેવન પંજાબને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકશાન પર 183 રન બનાવી કોલકતાને જીત માટે 184 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કોલકતાએ 18 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ જીત સાથે કોલકતાના 13 મેચમાં 12 પોઇન્ટ છે અને તે પાંચમાં સ્થાન પર છે. આ જીત સાથે કોલકતા પ્લેઓફની રેસમાં આવી ગયું છે. તે મુંબઈ સામેની આગામી મેચ જીતે અને હૈદરાબાદ બેંગ્લોર સામે હારે તો પ્લેઓફમાં ક્વોલિફાય કરશે. કોલકાતા માટે ઓપનર્સ ક્રિસ લિન અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવતા 6 ઓવરમાં 62 રન કર્યા હતા. લિને 22 બોલમાં 46 રન, શુભમન ગિલ 49 બોલમાં 5 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 65 રન કર્યા હતા. નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે 9 બોલમાં 21 રન બનાવ્યા હતા. પંજાબ માટે મોહમ્મદ શમી, અશ્વિન અને એન્ડ્રુ ટાઈએ 1-1 વિકેટ ઝડપી હતી.