Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ફરી મુસીબતમાં ફસાયો મોહમ્મદ શમી, કોલકાતા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો
હસીને હસીબ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. જો આ મામલો અહીંથી આગળ વધશે તો શમીએ આઈપીએલમાંથી દૂર થવું પડે તેવી પણ શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહસીને શમી પાસેથી દર મહિને 10 લાખ ખર્ચની માંગ કરી છે. હસીનના વકીલે કહ્યું હતું કે, કેસની ગંભીરતાને જોતાં કોર્ટ જલ્દી સુનાવણીનો ફેંસલો કર્યો છે. ઉપરાંત મોહમ્મદ શમીને તેનો પક્ષ કોર્ટમાં રાખીને સ્પષ્ટતા કરવા કહ્યું છે.
નવી દિલ્હીઃ આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી રહેલો ભારતીય બોલર મોહમ્મદ શમી ફરી એકવખત મુશ્કેલીમાં મુકાયો છે. સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ બાદ કોલકાતા પોલીસે તેને રોકી લીધો હતો. પોલીસે તેને સમન મોકલીને બુધવારે બપોરે 2 વાગે પૂછપરછ માટે બોલાવ્યો છે.
શમીની પત્ની હસીન જહાંએ 10 એપ્રિલે ભરણપોષણ અને સારવારનો ખર્ચ નહીં આપવાનો આરોપ લગાવી કેસ નોંધાવ્યો હતો. હવે પોલીસ શમી સાથે ભથ્થા અંગે વાતચીત કરશે. ઉપરાંત પોલીસે શમીના ભાઈ હસીબને પણ સમન મોકલ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -