યુવીના નબળા પ્રદર્શન પર બોલ્યો આ પૂર્વ ક્રિકેટર, કહ્યું,- 'સમય આવી ગયો છે યુવરાજ પર ફેંસલો કરી લો'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિંગ્સ ઇલેવનમાં કેટલાય સારા ખેલાડીઓ છે જે તકની રાહ જોઇ રહ્યાં છે. આવામાં યુવરાજને લઇને કેપ્ટન અશ્વિને કોઇ નિર્ણય લેવો પડશે. અજીત અગરકરે એક ક્રિકેટ વેબસાઇટ પર ચેન્નાઇ સુપરકિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ બાદ આ વાત કહી હતી. રવિવારે થયેલી આ મેચમાં પંજાબે ચેન્નાઇને 4 રનથી હરાવ્યું હતું.
અગરકરે કહ્યું કે, કિંગ્સ ઇલેવનની પહેલી મેચમાં જ્યારે ટીમ બહુ પ્રેશરમાં હતી અને રનોની જરૂર હતી, ત્યારે યુવરાજ ફોર્મમાં ન હોતો દેખાયો. બીજી મેચમાં ઉમેશ યાદવનું પ્રદર્શન પણ તેનાથી વધુ સારું રહ્યું. ત્રીજી મેચમાં પણ તેને કોઇ ખાસ પ્રભાવ ના બતાવ્યો. આવામાં કેપ્ટન અશ્વિને એ જોવાનું કે કઇ રીતે તે ટીમને બેસ્ટ મીડલ ઓર્ડર આપી શકે છે. કેમકે ઓપનિંગ પ્લેયર સારુ શરૂઆત નથી કરતાં તો મીડિલ ઓર્ડર ઇનિંગને સારા સ્કૉર સુધી પહોંચાડી શકે છે.
યુવરાજના આવા પ્રદર્શનને લઇને ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર અજીત અગરકરે કહ્યું કે, સમય આવી ગયો છે હવે યુવરાજ સિંહને લઇને કોઇ નિર્ણય લેવાય. નબળું પ્રદર્શન છતાં ટીમમાંથી તેને સપોર્ટ મળી રહ્યો છે પણ ટીમમાં પોતાની જગ્યા બનાવી રાખવા તેને ઘણી મહેનત કરવી પડશે.
આઇપીએલમાં સતત નિષ્ફળ જઇ રહેલો યુવરાજ પર હવે કેરિયરનો સવાલ ઉભો થયો છે. ત્રણ મેચોમાં માત્ર 36 રન બનાવાને લઇને અજીત અગરકરે કૉમેન્ટ કરી છે. 36 રનમાં તેનો બેસ્ટ સ્કૉર 20 રનનો છે. મીડિલ ઓર્ડર બેટ્સમેન તરીકે પંજાબની ટીમને મોટો સ્કૉર અપાવવામાં સતત નિષ્ફળ જઇ રહ્યો છે, જ્યારે કેએલ રાહુલ સતત બેસ્ટ બેટિંગનો પુરાવો આપી રહ્યો છે.
નવી દિલ્હીઃ વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ હવે બધાના નિશાન આવ્યો છે. આઇપીએલ તરફથી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાંથી રમી રહેલા યુવરાજ પર હવે ફેંસલો કરી દેવો જોઇએ, આવું નિવેદન પૂર્વ ફાસ્ટ બૉલર અજીત અગરકરે આપ્યું છે. આઇપીએલની ત્રણ મેચોમાં યુવરાજે હજુ સુધી માત્ર 36 રન જ બનાવી શક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -