કાનપુર: કાનપુરના ગ્રીન પાર્કમાં ઐતિહાસિક 500મી ટેસ્ટ મેચ રમનારી ભારતીય ટીમ હવે શુક્રવારે (30 સપ્ટેબર) કોલકાતાના ઈડન ગાર્ડનમાં ન્યુઝીલેંડ વિરુદ્ધ બીજી મેચ રમવા માટે ઉતરશે. તો ટીમ ઈંડિયા માટે પોતાના ઘરઆંગણે 250મી ટેસ્ટ મેચ હશે.
ભારતે અત્યાર સુધી પોતાના ઘરઆંગણે 249 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 88 મેચમાં જીત જ્યારે 51માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ રહી છે જ્યારે 109 મેચ ડ્રો રહી છે. વિદેશી ધરતી પર ભારતે 252 મેચોમાંથી 42માં જીત મેળવી છે જ્યારે 106 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અને 103 મેચ ડ્રો રહી છે. પરંતુ ગ્રીન પાર્ક પછી હવે ઈડન ગાર્ડનમાં પણ ઐતિહાસિક મેચ બનવા જઈ રહી છે. આ મેચની સાથે ભારત વિશ્વનો ત્રીજા નંબરનો દેશ બની જશે, જેમાં તેને પોતાના ઘરઆંગણે 250 અથવા તેનાથી વધુ મેચ રમી છે. ઈંગ્લેંડે પોતાની ઘરતી પર સૌથી વધુ 501 ટેસ્ટ મેચ રમી છે. તેના પછી ઑસ્ટ્રેલિયા (404)નો નંબર આવે છે. વેસ્ટઈંડિઝ (237)નો ચોથો અને દક્ષિણ આફ્રિકા (217) પાંચમા નંબરે છે.