નવી દિલ્લી: હાલમાં પાકિસ્તાન તરફથી ભારતમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલા પછી મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હવે બૉર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નું પોતાનું અલગ એયર વિંગ હશે. આ મુદ્દા પર ગૃહમંત્રી રાજનાથ સિંહે બીએસએફ ડીજી સાથે મંગળવારે એક બેઠક કરી છે.

બેઠક પછી બીએસએફ ડીજીએ નિવેદન આપ્યું કે ગૃહમંત્રીએ મધુકર ગુપ્તા કમિટિના રિપોર્ટને લઈને એક બેઠક બોલાવી છે. બેઠકમાં આ વાત પર ચર્ચા થઈ કે કમિટિની ભલામાણોને કેવી રીતે લાગૂ કરવામા આવે. મીટિંગમાં MHAના બૉર્ડર મેનેજમેંટના અધિકારી પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે પઠાનકોટ આતંકી હુમલા પછી મધુકર ગુપ્તાની અધ્યક્ષતામાં કમિટિ બનાવવામાં આવી હતી. જેને ભારત-પાકિસ્તાન સીમા પર કડક સુરક્ષા વ્યવસ્થા માટે સૂચન કરવાના હોય છે.