1983 વિશ્વ કપ વિજેતા ટીમનાં સભ્ય શ્રીકાંતે આઈસીસીને લખેલી પોતાની કૉલમમાં કહ્યું કે, “જો હું ટીમ મેનેજમેન્ટમાં હોત તો મને લાગે છે કે હું પંતને ચોથા નંબર પર રમાડવા વિશે વિચારતો. તે તેને અહીં લઇને આવ્યા છે, તે રમવા તૈયાર છે અને સૌથી મહત્વની વાત એ છે કે તે પહેલા પણ ઇંગ્લેન્ડમાં રમી ચુક્યો છે. આ કારણે તે પરિસ્થિતિઓથી વાકેફ છે.” શ્રીકાંતે કહ્યું કે, “મધ્યમક્રમમાં વિજય શંકર અને કેદાર જાધવ હજુ સુધી પ્રભાવિત કરી શક્યા નથી. મને લાગે છે કે એ કહેવું યોગ્ય હશે કે તેમણે હજુ પણ થોડોક નિખાર લાવવાની જરૂર છે.”
તેમણે કહ્યું કે, “પંતે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝમાં સૌને પ્રભાવિત કર્યા હતા અને હવે આગળની મેચ ઇંગ્લેન્ડ સામે છે તો તે ટીમ સામે તેને રમાડવાનો આ સારો સમય છે, જેની સામે તે રમી ચુક્યો છે.” ઉલ્લેખનીય છે કે વિજય શંકરને વર્લ્ડ કપમાં ચોથા નંબર માટે પસંદ કરાયો છે, પરંતુ તે તે હજુ સુધી પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નથી.