નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને સોમવારે બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવી હોવાની જોહારેત કરવામાં આવી. બીસીસીઆઆના પૂર્વ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સોમવારે આ વાતની જાણકારી કરતાં કહ્યું કે, અમે સૌરવ ગાંગુલીને BCCIના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. ગાંગુલી હાલમાં જ બીજી વખત બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા હતા. જોકે ગાંગુલીની અધ્યક્ષ તરીકે પસંદ થયા બાદથી જ ભારતીય ટીમના કેપ્ટન કોહલીને તેના પદેથી હટાવાવની માગ શરૂ થઈ ગઈ છે. આ માગ હંમેશા વિવાદોમાં રહેતા બોલિવૂડ કલાકાર કમાલ રાશિદ ખાને કરી છે. કમાલ તેના હાસ્યાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે.
કમાલે ટ્વીટ કરતાં કેપ્ટન વિરાટ કોહલીને કેપ્ટન પદેથી હટાવી દેવાની માગ કરી છે. કમાલે ટ્વીટમાં લખ્યું છે કે, મેં ક્રિકેટ જોવાનું લાંબા સમયથી બંધ કરી દીધું છે, કેમ કે ફિક્સ થયેલી મેચો હું જોતો નથી. પણ હવે મને આશા છે કે, ઈમાનદાર ક્રિકેટર સૌરવ ગાંગુલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને તેમના પદેથી હટાવશે. તે બાદ જ હું ક્રિકેટ જોવાનું ફરીથી શરૂ કરીશ. ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ સંભાળનાર સૌરવ ગાંગુલી હવે બીસીસીઆઈ ચીફની જવાબદારી સંભાળશે. આ કાર્યકાળમાં તે અનેક મોટો નિર્ણયો લઈ શકે છે. અને બીસીસીઆઈને શિખર સુધી પહોંચાડવાની જવાબદારી પણ તેના શિરે છે.