અમદાવાદ: મંગળવારે ઈન્કમટેક્સ વિભાગના 134 અધિકારીની જુદી-જુદી ટીમોએ પ્રહલાદનગર, કાલુપુર, એસજી હાઈવે, મકરબા સહિતના વિસ્તારોમાં કાપડના ત્રણ વેપારી, 6 જમીન દલાલો અને ફાયનાન્સરના 16 સ્થળે સાગમટે દરોડા પાડી 7 કરોડથી પણ વધારે રોકડા જપ્ત કર્યાં હતા.
આઈટી વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્ચમાં 1 કરોડનું સોનું અને 13 બેન્ક લોકર પણ પકડ્યું હોવાનું જાણવા મળ્યું છે. લેડીઝ ડ્રેસ મટીરિયલનું ઉત્પાદન, વેચાણ અને નિકાસ કરતાં કાપડનાં વેપારી ડ્રેસ મટીરિયલની કિંમત ચોપડે ઓછી બતાવતા અને અંડરઈનવોઈસિંગથી કરોડોની ટેક્સ ચોરી કરતા હતા.
ટેક્સ ચોરીની આ રકમ તેઓ જમીન દલાલો અને ફાયનાન્સરને આપતા હતા. જમીન દલાલો તેમજ ફાયનાન્સર આ રકમ જમીનો તેમજ ફ્લેટમાં રોકી પછીથી તેનું વેચાણ કરી કરોડોની કમાણી કરતા હતાં તેવું જાણવા મળ્યું હતું.
ઈન્કમટેક્સે પાડેલા દરોડામાં મુખ્ય ફાયનાન્સર શિવકુમાર ગોગિયા છે. તેમની ઓફિસ સફલ-3માં શિવાલી ટેક્સટાઈલના નામે આવેલી છે. ગોગિયા ટેક્સ ચોરીમાંથી થતી કરોડોની આવક જમીન દલાલ રામભાઈ ભરવાડને આપતાં હતાં અને રામભાઈ તેમજ તેમના મળતિયા આ રકમથી જમીનો ખરીદવા ઉપરાંત બિલ્ડરોને ફાયનાન્સ થતું હતું.
અમદાવાદમાં IT વિભાગના 16 સ્થળે દરોડા, કેટલા કરોડની રોકડ અને સોનું પકડાયું? આંકડો જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
16 Oct 2019 08:59 AM (IST)
કાપડના ત્રણ વેપારી, 6 જમીન દલાલો અને ફાયનાન્સરના 16 સ્થળે સાગમટે દરોડા પાડી 7 કરોડથી પણ વધારે રોકડા જપ્ત કર્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -