નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી વનડે મેચમાં રિષપ પંત ઈજાગ્રસ્ત થયા બાદ આંધ્ર પ્રદેશના વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને ભારતીય ટીમમાં કવર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. પંતને મુંબઈમાં રમાયેલ પ્રથમ વનડે દરમિયાન માથા પર ઇજા થઈ હતી.

મુંબઈ મિરરના અહેવાલ અનુસાર, પંત ભારતીય ટીમની સાથે રાજકોટ નહીં જાય. ત્યાર બાદ કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવ્યા. ભરત 26 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલના એક બેક અપ તરીકે રહેશે અને બીજી વનડેમાં રમાડાવમાં આવે તેની સંભાવના ખૂબ જ ઓછી છે.



ઉલ્લેખનીય ચે કે, 3 મેચની વનડે સીરીઝની બીજી મેચ 17 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. ભારત માટે રાજકોટ મેચમાં કરો યા મરો જેવી સ્થિતિ હશે કારણ કે મેહમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરમાં સતત બીજી વનડે સીરીઝની હારથી બચવા માટે ભારતે કોઈપણ સ્થિતિમાં આ મેચ જીતવી જ પડશે.