ઝારખંડ ટીમ મેનેજમેન્ટના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, અમને પણ ખબર નહોતી કે, ધોની અમારી સાથે પ્રેક્ટિસ કરવા માટે આવી રહ્યો છે. આ સુખદ આશ્ચર્ય હતું. તેણે થોડો સમય માટે બેટિંગ કરી. ઝારખંડ પોતાની આગામી મેચ રાંચીમાં રવિવારથી ઉત્તરાખંડ વિરુદ્ધ રમશે. ધોનીએ 9 જુલાઈના રોજ ભારતની વર્લ્ડકપ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની હાર બાદ કોઈ મેચ રમી નથી.
આ મામલે હરભજને કહ્યું,”મને નથી લાગતુ કે તે (ધોની) ભારત માટે રમશે કારણ કે તેણે નિર્ણય લઇ લીધો હતો કે તે (2019) વર્લ્ડ કપ સુધી જ રમશે. તે આઇપીએલની તૈયારી કરી રહ્યો હશે.”
હરભજનને જ્યારે પૂંછવામાં આવ્યું કે ધોની પાસે આઇપીએલમાં સારા પ્રદર્શન બાદ ભારતની વિશ્વ કપ ટી-20માં સ્થાન બનાવવાની તક હશે તો તેમણે કહ્યું,”મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આઇપીએલમાં ધોનીનું પ્રદર્શન ખુબ જ સારૂ રહેશે. પરંતુ મને નથી લાગતું કે, જો તે આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરશે તો પણ તે ભારત માટે રમી શક્શે.”
ઉલ્લેખનિય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) એ વર્ષ 2019-2020 માટે ખેલાડીઓના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બોર્ડે આ કરારની યાદીમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ નથી કર્યો. આ દરમિયાન લોકો આ અંગે ધોનીના જવાબની પણ આતુરતાથી રાહ જોઈને બેઠા છે.