નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીને વર્તમાન સમયમાં ક્રિકેટનો સૌથી શાતિર દિમાગ વાળો ખેલાડી માનવામાં આવે છે, પણ છેવટે તે પણ માણસ છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવે કહ્યું કે ઘણી વખતે આ વિકેટકીપરની ટિપ્સ પણ કામ નથી આવતી.
કુલદીપે આ જવાબ મજાકીય અંદાજમાં આપ્યો. અસલમાં તેને પુછવામાં આવ્યુ હતુ કે, પોતાની કેરિયરમાં શું ક્યારેય તેમને પૂર્વ વર્લ્ડકપ વિજેતા કેપ્ટન પર તેમની ટિપ્સને લઇને સવાલ ઉઠાવ્યા. કુલદીપે સોમવારે સિએટ ક્રિકેટ રેટિંગ પુરસ્કારમાં કહ્યું કે, 'ઘણીવાર એવુ બને છે કે જ્યારે ધોની ખોટો પડે છે, પણ તમે તેને આ વાત નથી કહી શકતા.'
આ ચાઇનામેન સ્પિનરે કહ્યું કે, ધોની એવો વ્યક્તિ છે જે જરૂર પડે ત્યારે જ ઓવરોની વચ્ચે પોતાનો મત આપે છે. તેમને કહ્યું કે, 'તે વધુ વાત નથી કરતો, જ્યારે તેને લાગે છે કંઇક કહેવુ જરૂરી છે ત્યારે જ કહે છે.'
ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કરી ધોની પર ટિપ્પણી, કહ્યું- ઘણીવાર ધોનીની ટિપ્સ પણ કામ નથી આવતી, જાણો વિગતે
abpasmita.in
Updated at:
14 May 2019 10:13 AM (IST)
કુલદીપે સોમવારે સિએટ ક્રિકેટ રેટિંગ પુરસ્કારમાં કહ્યું કે, 'ઘણીવાર એવુ બને છે કે જ્યારે ધોની ખોટો પડે છે, પણ તમે તેને આ વાત નથી કહી શકતા.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -