નવી દિલ્હીઃ સીએસકેના મુખ્ય કોચ સ્ટીફ ફ્લેમિંગે આઈપીએલની આ સીઝનમાં બેટિંગમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઉંમરલાયક થઈ ગઈ છે અને તેમાં ફેરફારની વાત સ્વીકારી છે. ચેન્નઈની કોર ટીમની સરેરાશ ઉંમર 34 વર્ષની છે જેણે વિતેલા વર્ષે ખિતાબ જીત્યો હતો. આ વખેત ફાઈનલમાં મુંબઈ સામે માત્ર એક રને હારી ગઈ હતી.




કૉચે કહ્યું કે, “જો તમે એક વર્ષે ટ્રોફી જીત્યા અને બીજા વર્ષે ફાઇનલમાં પહોંચો છો તો પ્રદર્શન સારું કહેવામાં આવશે. અમે સમજીએ છીએ કે ટીમ ઉંમરલાયક છે. અમારે નવેસરથી ટીમ તૈયાર કરવા પર વિચારવું પડશે.” તેમણે કહ્યું કે, “આવતી સીઝન માટે રણનીતિ વિશ્વ કપ બાદ તૈયાર કરવામાં આવશે.” ફ્લેમિંગે કહ્યું કે, “ધોની વિશ્વ કપ રમવા જશે. બીજી ટીમો પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે. અમારે સંભાળીને નવેસરથી ટીમ તૈયાર કરવી પડશે.”



ફ્લેમિંગે કહ્યું કે, “ચેન્નઈ માટે આ મુશ્કેલ વર્ષ હતુ. અમારા બેટ્સમેન્સને સારું પ્રદર્શન કર્યું ન હતું. તેમની પાસેથી સારા પ્રદર્શનની આશા હતી, પરંતુ એ પણ છે કે ફાઇનલ સુધી પહોંચ્યા અને મેચ અંતિમ બૉલ સુધી ખેંચી. બેટિંગમાં અમે સારું પ્રદર્શન ના કરી શક્યા, પરંતુ પ્રયત્નોમાં કોઈ ઉણપ નહોતી.”