ડૉ. જલીસ અન્સારી વ્યવસાયે એમબીબીએસ ડૉક્ટર રહી ચુક્યો છે. તેથી તેને ડૉ. બૉમ્બ કહેવામાં આવે છે કે. આ આતંકવાદીએ દેશના પાંચ રાજ્યમાં 52 બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. જેમાં મુંબઈ પોલીસના અનેક સ્ટેશનો, શિવસેનાની સાત-આઠ શાખાઓ, ગુરુદ્વારા, મુંબઈના રેલવે સ્ટેશન અને મહત્વપૂર્ણ લોકોના કાર્યાલય સામેલ છે. અન્સારીની 1994માં મુંબઈમાં તેના ઘરમાંથી ધરપકડ કરી હતી.
રાજસ્થાનની અજમેરમાં અન્સારી સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેને સુપ્રીમ કોર્ટે 21 દિવસની પેરોલ પર છોડવામાં આવ્યો હતો. તેને દરરોજ મુંબઈના આગ્રીપાડા પોલીસ સ્ટેશનમા હાજરી આપવાના નિર્દેશ હતા પરંતુ તે ગુરુવારે ફરાર થઈ ગયો હતો. પોલીસ તે લોકોની પણ ધરપકડ કરી છે. જેઓએ જલીસને ભાગવામાં મદદ કરી હતી.