નવી દિલ્હીઃ અનિલ કુંબલેની આગેવાનીવાળી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ની ક્રિકેટ સમિતિ પોતાની આગામી બેઠકમાં ઐતિહાસિક વર્લ્ડકપ ફાઈનલ સાથે જોડાયેલ મુદ્દા પર ચર્ચા કરશે જેમાં બાઉન્ડ્રી ગણવાનો વિવાદાસ્પદ નિયમ પણ સામેલ છે. આઈસીસીના ક્રિકેટ જનરલ મેનેજર જ્યૌફ એલાર્ડિસે આ જાણકારી આપી છે.


વર્લ્ડકપ 2019ની ફાઈનલમાં અને ઇંગ્લેન્ડની ટીમને બાઉન્ડ્રીના આધારે વિશ્વ વિજેતા જાહેર કરવામાં આવી. ઇંગ્લેન્ડે ફાઇનલ મેચમાં 22 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રે ન્યુઝીલેન્ડે 17 બાઉન્ડ્રી ફટકારી હતી. જોકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) ના આ નિર્ણયની દુનિયાભરમાં ભારે ટીકા પણ થઈ હતી.



એલર્ડાઇસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,‘આઈસીસી સ્પર્ધાઓમાં 2009થી મેચ ટાઈ થતા વિજેતાના નિર્ણય માટે સુપર ઓવર(બોલ-આઉટની જગ્યાએ) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુપર ઓવર પણ ટાઈ થતા વિજેતાનો નિર્ણય એ જ મેચની પરિસ્થિતિઓના આધારે લેવામાં આવે છે. જેમાં મોટા ભાગે નિર્ણય બાઉન્ડ્રીની સંખ્યાથી જોડાયેલ હોય છે.’

ઉપરાંત એલર્ડાઇસે કહ્યું કે,‘દુનિયાભરમાં લગભગ બધી ટી-20 લીગમાં સુપર ઓવર ટાઈ થતા બાઉન્ડ્રીના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. અમે પણ એ જ નિયમોનો ઉપયોગ કરવા માંગતા હતા, જે દરેક પ્રોફેશનલ ક્રિકેટમાં ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણ છે કે ફાઇનલમાં આ નિયમને અમલમાં લેવામાં આવ્યો. શું આનાથી કઇંક અલગ થઈ શકતું હતું. તે અંગે અમારી ક્રિકેટ સમિતિ વિચાર કરશે.’