મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને જીત માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા.


મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધારે 70 રન કર્યા હતા. આ સિવાય પોલાર્ડે 47 રન, હાર્દિક પંડ્યા 30 રન બનાવી નોટઆઉટ રહ્યા હતા. પંજાબ તરફથી કોટરેલ, મોહમ્મદ શમી અને કે. ગૌથમે 1-1 વિકેટ ઝડપી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પોતાની પ્લેઈંગ-11માં એક બદલાવ કર્યો છે. એમ. અશ્વિનની જગ્યાએ કે. ગૌથમને ટીમમાં સ્થાન આપ્યું છે. મુંબઈએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો.

પંજાબની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, કરુણ નાયર, સરફરાઝ ખાન, ગ્લેન મેક્સવેલ, જિમી નિશમ, રવિ બિશ્નોઇ, કે. ગૌથમ, મોહમ્મદ શમી અને શેલ્ડન કોટરેલ

મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા, કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશાન, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, જેમ્સ પેટ્ટીન્સન, ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ ચહર અને જસપ્રીત બુમરાહ