નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર રોહિત શર્માની ભારતમાં સ્પેનના ટોપ ડિવિઝનલ ફૂટબોલ લીગ લા લીગાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. લા-લીગા લીગના ઈતિહાસમાં પ્રથમ વખત છે કે જ્યારે લા-લીગાએ કોઇ નોન ફૂટબોલરની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરી હોય.


લા લીગાએ વર્ષ 2017થી ભારતમાં ફૂટબોલરના પ્રસાર માટે અનેક પગલા લીધા છે. રોહિતે લા લાગી સાથે જોડાવવા મામલે જણાવ્યું કે, ભારતમાં ફૂટબોલ લઈને જુસ્સો છે. ગયા પાંચ વર્ષોમાં આપણે જોયું છે કે ભારતે ફૂટબોલમાં સારૂ પ્રદર્શન કર્યું છે.

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રોહિત શર્માએ કહ્યું, હું લા લીગા સાથે જોડાઈને ખૂબ જ ખુશ છે. એ જોઈને સારું લાગે છે કે સ્પેનિશ ક્લબે ભારતીય ફૂટબોલમાં ખૂબ રસ દાખવ્યો છે અને કેટલાક કાર્યક્રમ પણ શરૂ કર્યા છે. હું ભારતમાં ફૂટબોલને લોકપ્રિય બનાવવા માટે પ્રયાસ કરીશ.