સાઉથ આફ્રિકાનો આ પૂર્વ ઓલરાઉન્ડર બન્યો અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો હેડ કોચ
abpasmita.in | 27 Sep 2019 09:16 PM (IST)
ફિલ સિમન્સે રાજીનામુ આપ્યા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટના હેડ કોચ બનવા માટે 50થી વધુ પૂર્વ ખેલાડીઓએ અરજી કરી હતી.
નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનરને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ફિલ સિમન્સે રાજીનામુ આપ્યા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટના હેડ કોચ બનવા માટે 50થી વધુ પૂર્વ ખેલાડીઓએ અરજી કરી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ એલ સ્તાનિકઝાઈએ કહ્યું કે, લાન્સ ક્લુઝનર વર્લ્ડ ક્રિકેટમાં મોટું નામ છે. તેના કોચિંગમાં ટીમને ઘણો ફાયદો થશે. લાન્સ ક્લુઝનર પાસે ખેલાડી અને કોચ બંનેનો અનુભવ છે. ક્લુઝનરે કહ્યું, હું વર્લ્ડ ક્રિકેટની આ પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવા ઉત્સુક છું. અફઘાનિસ્તાન સારું ક્રિકેટ રમે છે અને મહેનત સાથે તેઓ વર્લ્ડની શ્રેષ્ઠ ટીમોમાંથી એક બનવાની ક્ષમતા ધરાવે છે. હું તેમને ટોચના લેવલે લઇ જવા માટે મદદ કરવા તૈયાર છું. ક્લુઝનરે અગાઉ મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ કોચ તરીકે આઇપીએલમાં જોવા મળ્યા હતા.