કંપનીએ Baleno RSના એક્સ-શોરૂમ પ્રાઇસમાં એક લાખ રૂપિયા ઘટાડ્યા છે. હાલ Baleno RSની દિલ્હીમાં એક્સ શોરૂમની કિંમત 8.88 લાખ રૂપિયા છે. આ ઘટાડો સ્ટોક ક્લિયર કરવા માટે કરવામાં આવ્યો છે. મારુતિ સુઝુકી બલેનો ભારતમાં સફળ કારોમાંની એક છે પરંતુ આરએસ મૉડલને અપેક્ષિત સફળતા મળી નથી. જેના બાદ કંપનીએ તેની કિંમતમાં ઘટાડો કર્યો છે.
મારુતિએ કારના ભાવમાં કર્યો ઘટાડો, નવો ભાવ આજથી જ થયો લાગુ, જાણો વિગતે
આ પહેલા મારુતિ સુઝુકી ઈન્ડિયાએ અલ્ટો 800, એલ્ટો કે10, સ્વિફ્ટ ડીઝલ, સેલેરિયા, બલેનો ડીઝલ, ઈગ્નિસ, ડીઝાયર ડીઝલ, વિટારા બ્રેઝા અને એસ-ક્રોસ મોડલના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપની દ્વારા આ તમામ મોડલમાં 5,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.
આ મહિનાની શરૂઆતમાં મારુતિ સુઝુકીના ચેરમેન આર. સી. ભાર્ગવે કહ્યું કે કાર નિર્માતાઓને લાગે છે કે ગત મહિનાની તુલનામાં સપ્ટેમ્બર મહિનામાં કારોનું વેચાણ વધવાની આશા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઑટોમોબાઇલ સૅક્ટરમાં સતત ઘટાડાની સ્થિતિ ઊભી થયેલી છે. મારુતિ સુઝુકીના સ્થાનિક બજારમાં ઑગસ્ટ મહિનામાં વેચાણ લગભગ 34.3 ટકા સુધી ઘટી ગયું હતું, જે હાલમાં થનારો સૌથી મોટો ઘટાડો હતો.