કોલંબોઃ ક્રિકેટ વર્લ્ડકપ 2019 પુરો થતાંની સાથે જ ક્રિકેટના કેટલાક મહાન ક્રિકેટરોએ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે, તો કેટલાક કહેવાની તૈયારીમાં છે, હવે આ લિસ્ટમાં દુનિયાના મહાન અને ઘાતક બૉલર યોર્કર મેન તરીકે જાણીતા લસિથ મલિંગાનું પણ સામેલ થઇ ગયુ છે. મલિંગાએ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.


લસિથ મલિંગા બાંગ્લાદેશ સામેની ત્રણ વનડે મેચોની સીરીઝની પહેલી મેચ પછી વનડે ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઇ લેશે. આ વાતની માહિતી શ્રીલંકન કેપ્ટન દિમુથ કરુણારત્નેએ કરી હતી.



ઉલ્લેખનીય છે કે, લસિથ મલિંગાને બાંગ્લાદેશ સામેની સીરીઝ માટેના 22 ખેલાડીઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્રણ મેચોની વનડે સીરીઝ 26 જુલાઇ, 28 જુલાઇ અને 31 જુલાઇએ રમાશે. એટલે કે લસિથ મલિંગા પહેલી વનડે 26મી જુલાઇએ વનડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લેશે.