શ્રીલંકન ટીમમાં ફરીથી જોડાઇ શકે છે રિટાયર્ડ થયેલો આ ઘાતક ખેલાડી, જાણો શું છે કારણ
ઉલ્લેખનીય છે કે, લસિથ મલિંગાએ ગયા વર્ષે ભારત સામે છેલ્લી વનડે અને ટી-20 રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૉચ ચંડિકા હાથુરુસિંઘાનું માનવું છે કે હજુ પણ આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપ અને 2020માં યોજાનારી ટી-20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ટીમને યોગ્ય સંયોજનની તલાશ છે, આ માટે મલિંગાની જરૂર છે.
નવી દિલ્હીઃ ખાડે ગયેલી શ્રીલંકન ક્રિકેટ ટીમને બેઠી કરવા માટે રિટાયર્ડ થયેલા ઘાતક ખેલાડી લસિથ મલિંગાની એન્ટ્રી થઇ શકે છે. આ વાતના સંકેત ટીમના કૉચે આપ્યા છે.
મલિંગઆએ આ વર્ષે શ્રીલંકાની ડૉમેસ્ટિક ટૂર્નામેન્ટ રમવા ઉપર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મુંબઇ ઇન્ડિયન્સના બૉલિંગ સલાહકાર બનાવા પર મંજૂરી મળી છે.
ટીમના હેડ કૉચ ચંડિકા હાથુરુસિંઘાએ સ્પષ્ટ કરી દીધી છે કે હવે ફાસ્ટ બૉલર મલિંગા ક્રિકેટ ટીમમાં વાપસી કરી શકે છે અને આગામી વર્ષે યોજાનારા ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાં તેના માટે ટીમમાં જગ્યા બની શકે છે.
ચંડિકા હાથુરુસિંઘાએ કહ્યું કે, દિગ્ગજ ફાસ્ટ બૉલર મલિંગા ઉપરાંત દાનુષ્કા ગુણાથિલકાનું પણ ટીમમાં સામેલ થવું શક્ય છે. ગુણાથિલકા પર ટેસ્ટ મેચનો નિયમ તોડવાથી પ્રતિબંધ લાગેલો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -