લીઓ કાર્ટરે નોર્ધન નાઈટ્સના સ્પિનર એન્ટન ડેવસિચ સામેની મેચની 16 મી ઓવરમાં સતત છ સિક્સર ફટકારી હતી. આ સાથે તે ટી 20 ક્રિકેટમાં એક જ ઓવરમાં છ સિક્સર ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં પ્રથમ નામ યુવરાજ સિંહનું છે. રોસ વ્હાઇટલે બીજા ક્રમમાં છે. 2018 માં, અફઘાનિસ્તાનના હઝતુલ્લાહ જાઝાએ પણ એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.
નોર્ધન ડિસ્ટ્રિક્ટસે સુપર સ્મેશ કપની મેચમાં પહેલા બેટિંગ કરતા સાત વિકેટ પર 219 રન બનાવ્યાં. કેન્ટરબરીએ 19મી ઓવરમાં જ લક્ષ્ય મેળવી લીધું.
ગેરી સોબર્સ, રવિ શાસ્ત્રી અને હર્ષેલ ગિબ્સે પણ આ સિદ્ધિ પોતાના નામે કરી છે. વેસ્ટ ઇન્ડીઝનાં ગેરી સોબર્સ, ભારતના રવિ શાસ્ત્રી અને દક્ષિણ આફ્રિકાના હર્ષેલ ગિબ્સે અન્ય ફોર્મેટમાં છ બોલમાં છ સિક્સર ફટકારી છે.