તપાસ પૂરી થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવાની મંજૂરી આપો, જાણો કોણે કરી આવી માંગ
ખન્નાએ કહ્યું કે, બોર્ડ અધિકારીઓની આ બંને ખેલાડીઓના વ્યવહારની તપાસ માટે લોકપાલની નિમણૂક કરવા એસજીએમ બોલાવવાની માંગ યોગ્ય નથી. ખન્નાએ BCCIનું સંચાલન કરી રહેલા CoAને લેટર લખીને જણાવ્યું કે, તેમણે ભૂલ કરી છે અને તેમને પહેલા જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાથી પરત બોલાવી લેવામાં આવ્યા છે અને તેમણે બિનશરતી માફી પણ માંગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ એક ટીવી કાર્યક્રમમાં મહિલાઓ પર વાંધાજનક કોમેન્ટને લઈ સસ્પેન્ડ કરવામાં આવેલા ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ માટે થોડા રાહતના સમાચાર છે. બીસીસીઆઈના કાર્યકારી ચેરમેન સીકે ખન્નાએ શનિવારે CoAને હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પરથી પ્રતિબંધ હટાવવાનો આગ્રહ કર્યો છે. ખન્નાએ આ મામલે SGM બોલાવવાની ના પાડી દીધી છે.
મારી ભલામણ છે કે કે તપાસ ચાલુ રહે ત્યાં સુધી બંને ક્રિકેટરનો તાત્કાલિક અસરથી ભારતીય ટીમમાં સામેલ કરવા જોઈએ અને શક્ય તેટલા વહેલા ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં સામેલ થવાની મંજૂરી આપવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -