INDvAUS: ધોની-ચહલને મળેલી પ્રાઇઝ મની જાણીને લાગી જશે આંચકો, ગાવસ્કરે ગણાવી શરમજનક
મુંબઈઃ ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમની ઐતિહાસિક શ્રેણી જીત બાદ કોઈ રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત ન કરવામાં આવતા ગાવસ્કરે નારાજગી વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, સીરિઝથી ઓસ્ટ્રેલિયાને જે કમાણી થઇ છે તેમાં ઇન્ડિયાનો પણ હક બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વન ડે મેચની શ્રેણી 2-1થી જીતી હતી. ત્રીજી મેચમાં મેન ઓફ ધ મેચ રહેનાર યઝુવેન્દ્ર ચહલ અને મેન ઓફ ધ સીરિઝ જાહેર થયેલા મહેન્દ્ર સિંહ ધોનીને 500-500 ડોલર (આશરે 35,000 રૂપિયા) આપવામાં આવ્યા હતા. આ બંને ખેલાડીઓએ રકમ દાન કરી દીધી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આલોચના કરતા ગાવસ્કરે કહ્યું કે 500 અમેરિકન ડોલરથી શું થાય છે ? આ શરમજનક છે કે ટીમ ઇન્ડિયાને સીરિઝ જીત્યા બાદ માત્ર એક ટ્રોફી આપવામાં આવી, બ્રોડકાસ્ટ રાઇટ વેચવાથી થતી કમાણી થાય છે તો તેઓ ખેલાડિયોને કેશ એવોર્ડ કેમ નથી આપતાં. ખેલાડીઓને લીધે જ ચેનલને સ્પોન્સર મળે છે અને મોટી કમાણી થાય છે. ગાવસ્કરે વધુમાં કહ્યું કે વિમ્બલડનમાં જુઓ કેટલા રૂપિયા મળે છે, ગત વર્ષે વિમ્બલડનના પ્રથમ રાઉન્ડમાં હારનારા ખેલાડીને 36 લાખ રૂપિયા મળ્યા, જ્યારે વિજેતાને અંદાજે 21 કરોડ રૂપિયા મળ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -