Lionel Messi: FIFA વર્લ્ડ કપ 2022 પૂરો થઈ ગયો છે અને વિશ્વને ફૂટબોલનો નવો ચેમ્પિયન મળ્યો છે. ગત રોજ રમાયેલી રોમાંચક મેચમાં આર્જેન્ટિનાએ (Argentina) પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને (France) 4-2થી હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ટ્રોફી જીતવામાં સૌથી મોટો ફાળો લિયોનેલ મેસીનો રહ્યો છે. આ મેચમાં મેસ્સીએ 2 ગોલ કર્યા હતા. લિયોનેલ મેસીના ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચાહકો છે.


ફિફા વર્લ્ડ કપ જીત્યા બાદ લિયોનેલ મેસીના કરિયરની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. મેસ્સીની જીવનશૈલી ઘણી લક્ઝરી છે. તેમની પાસે કાર કલેક્શનથી લઈને આલીશાન ઘર અને હોટલથી લઈને પ્રાઈવેટ જેટ પણ છે. લિયોનેલ મેસ્સી મેદાન પર અને મેદાનની બહાર બંને રીતે કમાણી કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મેસ્સીની કુલ સંપત્તિ કેટલી છે અને તેનો પગાર કેટલો છે.


લાયોનેલ મેસ્સી નેટ વર્થ (Lionel Messi Net Worth)


ફોર્બ્સ અને ઈનસાઈડરના અહેવાલ મુજબ, નવેમ્બર 2022 સુધીમાં લિયોનેલ મેસ્સીની કુલ નેટવર્થ $600 મિલિયન એટલે કે લગભગ 49,590 કરોડ રૂપિયા છે. મેસ્સી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મેસ્સી પાસે એક આલીશાન હોટેલ છે, જેમાં એક રાતનું રોકાણ લગભગ 100 પાઉન્ડ છે.


સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી


ફોર્બ્સના અહેવાલ મુજબ, મેસ્સી 2021 થી 2022 સીઝન દરમિયાન સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી (Lionel Messi Total Income) રહ્યો છે. મે 2021 થી મે 2022 સુધીમાં તેની કુલ આવક $130 મિલિયન રહી છે. આમાં, અંદાજે $75 મિલિયન તેના PSG સંપર્ક દ્વારા, $35 મિલિયન પગાર, $25 મિલિયન સાઇનિંગ બોનસ અને બાકીના અન્ય માધ્યમો દ્વારા કમાય છે. મેસ્સીએ સોસિયોસ, પેપ્સી, એડિડાસ, બડવીઝર અને હાર્ડ રોક જેવી કંપનીઓ સાથે કરોડોના એન્ડોર્સમેન્ટ સોદા પણ કર્યા છે.


મેસ્સીની આવકમાં વધારો થશે


જૂન 2022 ફોર્બ્સના અહેવાલમાં મેસ્સીની કારકિર્દીની કમાણી $1.1 બિલિયનથી વધુ હોવાનો અંદાજ છે. વર્લ્ડ કપ જીત્યા બાદ મેસ્સીની કુલ આવકમાં વધુ વધારો થશે. લિયોનેલ મેસ્સી પાસે ઘણી લક્ઝરી કારનું કલેક્શન પણ છે. આ સાથે તેની પાસે એક ખાનગી ફૂટબોલ ગ્રાઉન્ડ અને આલીશાન ઘર પણ છે.