વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના રિઝર્વ ઓપનરને લઈ ગાવસ્કરે આપ્યું ચોંકાવનારું નામ, જાણો કોણ છે
સુનીલ ગાવસ્કરે એમ પણ કહ્યું કે, રિષભ પંતને જો વિશ્વકપની ટીમમાં સામેલ કરવામાં આવે તો પણ દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં રાખવા જોઈએ. ટીમ ઈન્ડિયાએ બે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિજય શંકરને પણ લઈ જવા જોઈએ તેમ કહ્યું હતું. વિજય શંકરને કોના સ્થાને સમાવેશ કરવો જોઈએ ? આ પ્રશ્નના જવાબમાં ગાવસ્કરે કહ્યું કે, રવિન્દ્ર જાડેજાના સ્થાને તેને લઈ જવો જોઈએ. ટીમ પાસે બે ક્વોલિટી સ્પિનર હોવાના કારણે આમ પણ જાડેજાની જગ્યા ટીમમાં બનતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાવસ્કરે કહ્યું કે, જો તેણે વર્લ્ડકપ માટે ટીમમાં રિઝર્વ ઓપનરની પસંદગી કરવાની હોય તો તે દિનેશ કાર્તિકને મોકો આપશે. તેમના આ નિવેદનથી અનેક લોકોને આશ્ચર્ય થયું છે. કારણકે દિનેશ કાર્તિકે વન ડેમાં ક્યારેય ઓપનિંગ કર્યું નથી. હાલ તે મધ્યમ ક્રમ કે નીચલા ક્રમે જ બેટિંગ કરે છે. કાર્તિક ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નક્કી કરી શક્યો નથી. જ્યારે પણ મોકો મળ્યો છે ત્યારે ટીમ દ્વારા ફિનિશર કે મધ્યમ ક્રમની જવાબદારી આપવામાં આવી છે અને કાર્તિકે મળેલી તક પર સારું પ્રદર્શન પણ કર્યું છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ 2019ને ધ્યાનમાં રાખીને દરેક ટીમોએ તૈયારી શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણી બાદ ભારતીય ટીમમાં કોને સ્થાન આપવું જોઈએ તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાએ ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણી દરમિયાન પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી છે, જ્યારે લોકેશ રાહુલ ઇંગ્લેન્ડ લાયન્સ સામે રમાયેલી વન ડે શ્રેણીમાં ફ્લોપ રહ્યો હતો. આ દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વર્લ્ડકપને લઈ મોટું નિવેદન આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -