દુબઈ: એશિયા કપ 2018ની ફાઈનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે.  ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 48.3 ઓવરમાં 222 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાને જીત માટે 223 રનનો લક્ષ્યાંક આપ્યો છે. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 24ઓવરમાં 3 વિકેટ ગુમાવી 105 રન બનાવી લીધા છે. કેપ્ટ રોહિત શર્મા 48 રને કેચ આઉટ થઈ ગયો છે.  શિખર ધવન 15 રન બનાવી આઉટ થઈ ગયા બાદ રાયડુ પણ 2 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.  દિનેશ કાર્તિક અને ધોની રમતમાં છે.

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બાંગ્લાદેશને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી લિટન દાસ શાનદાર 121 રન બનાવ્યા હતા. લિટન દાસની વન-ડેમાં આ પહેલી સદી છે.

બાંગ્લાદેશ તરફથી હસન (32) , કાયેસ (2), રહીમ (5), મિથુન (2) અને મહમદુલ્લાહ (4) લિટન દાસ (121) મોર્તઝા (7) નઝમુલ ઈસ્લામ (7 ) સોમ્ય સરકાર (33) રુબેલ હસન (00) અને રહેમાન 2 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.  ભારત તરફથી કુલદીપ યાદવે 3, કેદાર જાદવે 2, ભુવનેશ્વર કુમાર અને ચહલ 1-1 વિકેટ મળી હતી.

ટીમ ઈન્ડિયા- રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ

બાંગ્લાદેશ - મશરફી મુર્તજા (કેપ્ટન), લિટન દાસ, સૌમ્ય સરકાર, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, મોહમ્મદ મિથુન, ઇમરુલ કાયેસ, મહમૂદુલ્લાહ, મેહદી હસન મિરાજ, રુબેલ હુસૈન અને મુસ્તાફિજુર રહમાન, નસમૂલ ઈસ્લામ