એક મરાઠી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શરદ પવારે કહ્યું કે મને લાગે છે કે લોકોને વ્યક્તિગત રીતે વડાપ્રધાન મોદીના ઉદ્દેશ્ય પર શંકા છે. તેમણે એ પણ કહ્યું કે, જે રીતે રક્ષામંત્રી નિર્મળા સીતારમણે સરકારનો પક્ષ લીધો છે. તેનાથી લોકોના મનમાં સરકાર પ્રત્યે અવઢવ જ પેદા થઈ ગયો છે. હવે રક્ષા મંત્રીની જગ્યાએ નાણામંત્રી અરુણ જેટલી સામે આવીને આ મુદ્દા પર સ્પષ્ટ રીતે બોલતા જોઈ શકાય છે.
શરદ પવારના નિવેદન બાદ અમિત શાહે કહ્યું કે દિગ્ગજ નેતા શરદ પવારને હું ધન્યવાદ કરું છું કે તેમણે પાર્ટીની રાજનીતિની ઉપર ઉઠીને રાષ્ટ્ર હિતને સર્વપરી રાખ્યું છે અને સાચું કહ્યું છે. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી પોતાના સહયોગી પવાર સાહેબ જેવા મહાન વ્યક્તિ પર ભરોસો કરશે તો વધુ સમજદાર હશે.