IND vs SA Odi: ધર્મશાળામાં વરસાદ વધ્યો, ટૉસ થવામાં હજુ મોડુ થશે
ભારતીય ટીમ જીતના પાટા પર પરત ફરવા અને સાઉથ આફ્રિકા જીતનો સિલસિલો જાળવી રાખવા ટકરાશે.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન ડે શ્રેણીમાં 3-0થી વ્હાઇટ વોશ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે પ્રથમ વન-ડે મેચમાં વિજયી શરૂઆત કરવા મેદાન પર ઉતરશે. બીજી તરફ સાઉથ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોકની કેપ્ટનશીપમાં પોતાની અંતિમ વન-ડે સીરિઝમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3-0થી ક્લીન સ્વિપથી જીત હાંસલ કરી હતી. 2019 વર્લ્ડકપ બાદ સાઉથ આફ્રિકાની તમામ ફોર્મેટમાં સાત સીરિઝ બાદ આ પ્રથમ સીરીઝ જીતી હતી. ભારતીય ટીમ જીતના પાટા પર પરત ફરવા અને સાઉથ આફ્રિકા જીતનો સિલસિલો જાળવી રાખવા ટકરાશે. આજની મેચમાં વરસાદની સંભાવના છે. જો વધુ વરસાદ પડે તો મેચ રદ્દ પણ થઈ શકે છે.
કેટલા વાગે શરૂ થશે મેચ
પ્રથમ મેચ આજે 1.30 કલાકે ધર્મશાળામાં રમાશે. 1.00 કલાકે ટોસ થશે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન ડે રમાશે.
કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ત્રણ મેચની વન ડે સીરિઝનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. ડીડી સ્પોર્ટ્સ પરથી પણ મેચનું પ્રસારણ નીહાળી શકાશે. ક્રિકેટ પ્રેમીઓ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પરથી જોઈ શકશે.
પરંતુ આ વચ્ચે મેચ શરૂ થતા પહેલા જ ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મેચ પર વરસાદનું જોખમ છે. એવામાં આ મેચ ઓછી ઓવર સાથે રમવામાં આવે અથવા તો મેચ રદ્દ થઈ શકે છે. પહેલા મેચને લઈને ભારતીય ફેન્સ ઘણાં જોશમાં છે તો ખેલાડી પણ પૂરી રીતે તૈયાર છે.
ઈજા મુક્ત થઈ આ ખેલાડીઓની ટીમમાં વાપસી
સાઉથ આફ્રિકા સામે રમાનારી વન ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, આક્રમક ઓપનર શિખર ધવન અને સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમાર ઈજામાંથી મુક્ત થઈને ફરી ટીમમાં સામેલ થયા છે. જેના કારણે ભારતીય ટીમનો ઉત્સાહ આસમાને છે.
પ્રથમ વન ડે માટે સંભવિત ભારતીય ટીમઃ શિખર ધવન, પૃથ્વી શૉ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ.
ઘરઆંગણે ભારતનો સાઉથ આફ્રિકા સામે કેવો છે દેખાવ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ભારતમાં કુલ 6 દ્વીપક્ષીય શ્રેણી રમાઈ છે. જેમાંથી ભારતોનો ચારમાં, દક્ષિણ આફ્રિકાનો એક અને એક સીરિઝ ડ્રો રહી છે. ભારત દક્ષિણ આફ્રિકા સામે 2010માં દ્વીપક્ષીય શ્રેણી જીત્યું હતું. આ પછી ભારતમાં બંને દેશો વચ્ચે 2015માં વન જે શ્રેણી રમાઈ હતી. જેમા આફ્રિકાનો 3-2થી વિજય થયો હતો. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી 10માંથી 8 વન ડેમાં ભારતનો વિજય થયો છે. બંને ટીમો વચ્ચે છેલ્લે 2019ના વર્લ્ડકપમાં ટક્કર થઈ હતી. જેમાં ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -