મહિલા T20 વર્લ્ડકપ ફાઇનલઃ ઓસ્ટ્રેલિયા પાંચમી વખત બન્યું ચેમ્પિયન, ટીમ ઇન્ડિયાને 85 રનથી હરાવ્યું

વરસાદના કારણે સેમિ ફાઈનલ રદ્દ થતાં ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચી હતી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 08 Mar 2020 05:12 PM

બ્રેકગ્રાઉન્ડ

 ઓસ્ટ્રેલિયાની ટીમ 4 વખત ચેમ્પિયન બની છે અને સતત છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશી હતી...More

ટીમ ઇન્ડિયા પ્રથમવાર ફાઇનલમાં પહોંચી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 33 રન ફટકાર્યા હતા. તે સિવાય વેદા કૃષ્ણામૂર્તિ 19 અને ઋચા ઘોષે 18 રન ફટકાર્યા હતા. સ્મૃતિ મંધાના ફાઇનલમાં કાંઇ ખાસ કમાલ કરી શકી નહોતી અને ફક્ત 11 રન બનાવી આઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેગાન સ્કટે ચાર અને જેસ જોનાસને ત્રણ જ્યારે સોફી મોલિન્યૂક્સ અને ડેલિસા કિમિંન્સ અને નિકોલા કેરીએ એક-એક વિકેટ ઝડપી હતી.