લોકેશ રાહુલના આ ટ્વીટ પર ભડક્યા ક્રિકેટ ફેન્સ, જાણો વિગતે
જન્મદિવસના અભિનંદ પાઠવવા માટે ટ્વીટ કરવું એ સામાન્ય બાબત છે પરંતુ ફેન્સના ગુસ્સાનું કારણ માત્ર આ સીરીઝમાં રાહુલનું પ્રદર્શન જ ન હતું. પરંતુ આ પહેલાથી ચાલી આવેલ તેનું ખરાબ ફોર્મ પણ તેમાં સામેલ છે. લોકેશ રાહુલે અત્યાર સુધી 28 ટેસ્ટ મેચ રમ્યા છે જેમાં તેના નામે માત્ર 1625 રન નોંધાયેલા છે. 2017માં શ્રીલંકા વિરૂદ્ધ રમેલ 79 રનની ઇનિંગ બાદ 13 ટેસ્ટ ઇનિંગમાં રાહુલે એક પણ હાફ સેન્ચુરી નથી ફટકારી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોથા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 19 રન અને બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયા બાદ લોકેશ રાહુલે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઇશાંત શર્માને જન્મદિવસના શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું. જોકે આ ટ્વીટને જોઈને તેના ફેન્સ ભડકી ઉઠ્યા અને તેણે લોકેશ રાહુલને ખૂબ ટ્રોલ કર્યો. કેટલાક તેની ઇનિંગના આંકડા ગણાવતા કહ્યું કે, તમારા આંકડા જો, તો કોઈએ કહ્યું તને શરમ આવવી જોઈએ. જ્યારે કેટલાકે સલાહ આપી કે સોશિયલ મીડિયા પર જેટલો સમય વિતાવે છે તેટલો પિચ પર વિતાવવાનું રાખો.
લોકેશ રાહુલે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હાલની ટેસ્ટ સીરીઝમાંથી ચાર ટેસ્ટ મેચ રમ્યા છે. જોકે આ તમામ મેચમાં રાહુલે ફેન્સને નિરાશ કર્યા છે તેમ છતાં કેપ્ટન વિરાટ કોહલીએ સતત તેને ટીમમાં સ્થાન આપ્યું છે. રાહુલે ચાર ટેસ્ટ મેચમાં માત્ર 113 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન લોકેશ રાહુલ રવિવારે પોતાના એક ટ્વીટને કારણે ફેન્સના નિશાના પર આવી ગયા. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 60 રનથી હાર મળ્યા બાદ લોકેશ રાહુલે જે ટ્વીટ કર્યું તેનાથી ફેન્સ ભડકી ઉઠ્યા હતા. આમ તો આ ટ્વીટમાં કંઈ ખાસ ન હતુ પરંતુ હારથી નિરાશ ફેન્સને તે પસંદ ન પડ્યું અને આ બેટ્સમેનને ટ્રોલ કરવામાં કોઈ કસર ન છોડી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -