Khelo India Youth Game: રમતોની નગરી કહેવાતા શહેર ઇન્દોરમાં આગામી 30 જાન્યુઆરીથી ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સના (Khelo India Youth Game) આયોજનનો પ્રારંભ થશે. ઇન્દોરના ચાર મેદાનો પર છ રમતોની સ્પર્ધાનું ઓયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાઓમાં 18 વર્ષની ઉંમર સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓ સામેલ થશે. 


ઇન્દોરમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં ટેબલ ટેનિસ, વેઇટલિફ્ટિંગ, ટેનિસ, બાસ્કેટબૉલ તથા કબડ્ડીની રમતોની સ્પર્ધાઓ છોકરાઓ અને છોકરીઓની કેટેગરીમાં અલગ અલગ આયોજિત કરવામાં આવશે. આ જ રીતે ઇન્દરોમાં ફૂટબૉલની રમતોમાં પણ છોકરાઓ માટે આયોજિત કરવામાં આવશે. 


ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં કેટલા મેડલો હશે - 
આ રમતો માટે કુલ 33 મેડલ સેરેમની હશે. આ સેરેમનીમાં કુલ 102 ગૉલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ છોકરાઓ અને છોકરીઓની કેટેગરીના વિજેતાઓને મળશે. રમતો દરમિયાન છોકરાઓની કેટેગરીમાં કુલ 53 મેડલ હશે. આમાં 17 ગૉલ્ડ, 17 સિલ્વર અને 19 બ્રૉન્ઝ મેડલ આપવામાં આવશે. આ જ રીતે છોકરીઓની કેટેગરીમાં કુલ 49 મેડલ રહેશે. આમાં 16 ગૉલ્ડ, 16 સિલ્વર તથા 17 બ્રૉન્ઝ મેડલ આપવામાં આવશે. 


 






8 શહેરોમાં થશે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ -
30 જાન્યુઆરીએ ભોપાલના ટીટી નગર સ્ટેડિયમમાં આનો શુંભારંગ થશે, આ પછી 31 જાન્યુઆરીથી રમત ગતિવિધિઓ શરૂ થઇ જશે. આ કાર્યક્રમ ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, જબલપુર, ગ્વાલિયર, બાલાઘાટ, મહેશ્વર, મંડલામાં થશે. આ શહેરોમાં કુલ 27 રમતો રમાશે. મધ્યપ્રદેશ તરફથી 470 ખેલાડીઓ ઉતરશે.