કોલંબોઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેએ શ્રીલંકાના વર્લ્ડકપ અભિયાનમાં જોડાવવાની ઓફરને ઠુકરાવી દીધી છે. તેમને કહ્યું કે, ક્રિકેટમાં પૉલિટિક્સને લઇને મારો બોર્ડથી મોહભંગ થઇ ગયો છે. મહેલા જયવર્ધનેએ વાતનો ખુલાસે એક સ્પોર્ટ્સ મીડિયામાં કર્યો હતો.


મહેલા જયવર્ધનેએ ખુલાસો કરતાં કહ્યું કે, 'મને વર્લ્ડકપ 2019ની શ્રીલંકન ટીમ સાથે જોડાવવાનું આમંત્રણ મળ્યુ હતુ, પણ મારી પાસે અનેક કામો હતાં. એનાથી મોટી વાત એ હતી કે મને નહતી ખબર કે મારે કઇ ભૂમિકા નિભાવવાન હતી. એટલે હું ટીમ સાથે જોડાયો નહીં.'



જયવર્ધને કહ્યું કે, 'ટીમનું સિલેક્શન થઇ ચૂક્યુ છે અને હવે પ્રક્રિયા પુરી થઇ ચૂકી છે. મારા માટે ઓફર ના બરાબર છે. મારા માટે કામ કરવાની જગ્યા બરાબર નથી. મારો શ્રીલંકન બોર્ડથી મોહભંગ થઇ ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે મહેલા જયવર્ધને, કુમાર સાંગાકારા અને અરવિંદ ડી સિલ્વાએ ક્રિકેટ સમિતી પર પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, તેને બોર્ડે નજર અંદાજ કરી દીધો હતો. આના રિજેક્શન બાદ મહેલા જયવર્ધને બોર્ડ પર ગિન્નાયો હતો.