રોયલ ચેલેન્જર્સના આ બોલરે ડરીના માર્યા એવી ભૂલ કરી નાંખી કે ચેન્નઈ જીતી ગયું, જાણો વિગત
આ સાથે જ ચેન્નઈ રેકિંગમાં ટોપ પર પહોંચી ગયું છે. આ મેચમાં 34 બોલમાં અણનમ 70 રન ફટકારનાર ધોનીનું મહત્વનું યોગદાન રહ્યું હતું.
ત્યારબાદ ચોથા બોલમાં ધોનીએ પોતાની આગવી સ્ટાઇલથી સિક્સ ફટકારીને મેચને ચેન્નઈ સુપરકિંગ્સના નામે કરી હતી.
જીત માટે 16 રન જોઈતા હતા ત્યારે છેલ્લી ઓવર નાખવા આવેલ કોરી એન્ડરસનના પહેલા બે બોલમાં ડ્વેન બ્રાવોએ એક સિક્સ અને એક ફોર મારીને મેચને ચેન્નઈ સુપરકિંગ્સના ફાળે નિશ્ચિત કરી લીધી હતી.
બસ પછી શું ધોનીની આ મૂડને જોઈને સિરાજની તો લાઈન લેન્થ બધું જ ખોવાઈ ગયું અને તેણે છઠ્ઠા બોલ માટે ઉપરા-ઉપરી 3 વ્હાઈટ બોલ નાખી દીધા હતા. અને પછી અંતે ફેંકેલા છેલ્લા બોલ પર પણ 2 રન આપ્યા હતા. આમ સિરાજ એટલો તો ઢીલો પડી ગયો હતો કે વર્લ્ડના બેસ્ટ ફીનિશર કહેવાતા ધોની સામે તેની એકપણ ચાલી નહોતી.
પાંચમી વિકેટની ભાગીદારીમાં આ બંને બેટ્સમેને 101 રનની ભાગીદારી નોંધાવી હતી અને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. જે બાદ અંતિમ બે ઓવરમાં ચેન્નઈને જીતવા માટે 30 રનની જરૂર હતી. ત્યારે ટીમ ઇન્ડિયાના યુવા બોલર મોહમ્મદ સિરાઝને રોયલ ચલેન્જર્સના કેપ્ટન વિરાટે બોલિંગ આપી હતી.
206 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મેદાનમાં ઉતરેલી ચેન્નઈની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 74માં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં આવેલ મહેન્દ્ર સિંહ ધોની અને અંબાતી નાયડૂએ બાજી સંભાળી લીધી હતી.
ત્યારે પહેલા 4 બોલ તો બ્રાવો સામે સિરાજે ખૂબ સરસ નાખ્યા અને માત્ર 3 રન આપ્યા હતા. પરંતુ પાંચમાં બોલમાં તેની સામે ધોની સ્ટ્રાઈક પર આવ્યો અને તે જ બોલમાં એક જબરજસ્ત સિક્સ મારી દીધી હતી.
ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ બુધવારે રમાયેલ રોયલ ચલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં ધમાકેદાર ઇનિંગ રમીને ચાહકો અને ટીકાકારોનું દિલ પણ જીતી લીધું છે. મેચમાં જીત માટે ચેન્નઈને વિશાળ સ્કોરનું લક્ષ્ય મેળવવાનું હતું.