કંગના રનૌતની સૌથી મોંઘી ફિલ્મમાં આવી ફરીથી અડચણ, શૂટિંગ પણ કરી દેવાયુ બંધ, જાણો શું છે કારણ
નોંધનીય છે કે, ફિલ્મ 'મણિકર્ણિકા' આગામી 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પર આધારિત છે. ફિલ્મમાં કંગના રનૌત ઝાંસીની રાણીની ભૂમિકામાં જોવા મળશે.
મજદૂર યૂનિયનની માંગ છે કે જ્યાં સુધી બાકીના પૈસા નહીં ચૂકવાય ત્યાં સુધી શૂટિંગ ચાલુ કરવામાં નહીં આવે. વર્કર્સ ફિલ્મથી દુરજ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ત્રણ-ચાર દિવસનું શૂટિંગ થવાની બાકી હતી, ફેડરેશનના ચેરમેન બીએન તિવારી અને જનરલ સેક્રેટરી અશોક દુબે તથા મજદૂર યૂનિયનના જનરલ સેક્રેટરી ગંગેશ્વર શ્રીવાસ્તવ અનુસાર, ફિલ્મના કામદારો, ટેક્નિશિયનો અને ઇક્વિપમેન્ટના દોઢથી બે કરોડ રૂપિયા બાકી છે.
રિપોર્ટ્સ છે કે, કંગના રનૌતની સૌથી મોંઘી ફિલ્મ 'મણિકર્ણિકા' કામ કરી રહેલા કારીગરો અને ટેક્નિશિયનોને પૈસા ના ચૂકવવાના કારણે મજદૂર યૂનિયન અને ફેડરેશન વાળાએ બુધવારે ફિલ્મના બાકીના શૂટિંગને બંધ કરી દીધુ હતું.
નવી દિલ્હીઃ બૉલીવુડ ક્વિન કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ 'મણિકર્ણિકા' પર ફરીથી વિવાદોમાં ફસાઇ છે, અગાઉ પણ અનેક વિવાદોના કારણે ફિલ્મ ચર્ચામાં આવી હતી હવે ફિલ્મની શૂટિંગમાં નવી અડચણો આવી રહી છે.