નવી દિલ્લી:ટોકિયો ઓલમ્પિક 2020માં સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર મીરાબાઇ ચાનૂએ મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે.
ટોકિયો ઓલમ્પિક 2020માં ભારતની મીરાબાઇ ચાનૂએ પહેલા દિવસે જ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો.તો મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે ચાનૂને નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે. મીરાચાનૂએ વેટલિફ્ટિંગમાં મહિલામાં 49 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો.
મારીચાનીની જીત બાદ દેશભરના લોકોએ તેમને શુભકામના પાઠવી છે. વડાપ્રધાન મોદીથી માંડીને રાષ્ટ્પતિ સુધી દરેક મહાનુભાવોએ તેમને જીત માટે શુભકામના પાઠવતા તેને ગર્વની પળ ગણાવી હતી. તો મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહ મારીબાઇ ચાનુને એ વાતનું આશ્વાસન આપ્યું છે કે, ભારત પરત ફર્યાં બાદ સરકાર તેમને યોગ્ય નોકરી આપશે.
મારીબાઇ ચાનૂ રેલવેમાં ટિકિટ ચેકિંગ ઇન્સ્પેક્ટરનું કામ કરે છે. થોડા દિવસ પહેલા એક વીડિયો કોન્ફરન્સ દ્રારા મારીબાઇ ચાનૂ સાથે વાત કરતા મુખ્યમંત્રી બીરેને કહ્યું હતું કે, “હવે આપને ટિકિટ તપાસ નિરિક્ષકનું કામ કરવાની જરૂર નથી. આપને ઉપયુક્ત નોકરી આપવામાં આવશે, તો મીરાચાનૂએ આ વાત બદલ મુખ્યમંત્રીનો આભાર માન્ય હતો.
ચાનૂ માટે રોકડ પુરસ્કારની પણ જાહેરાત
મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું છે કે.”આપના માટે એક કરોડ અલગ રાખવામાં આવ્યાં છે. ઇમ્ફાલ પહોંચ્યા બાદ આપને આ પુરસ્કાર રાશિ તરીકે મળશે, ઉપરાંત અધિકારી પદની નોકરી પણ આપની રાહ જોઇ રહી છે. ઉપરાંત શિક્ષણ મંત્રી એસ. રાજેને ચાનૂને ત્રણ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.
વેઇટ લિફટર મીરાચાનૂએ ટોકિયો ઓલ્મપિકમાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. મીરાચાનૂએ 49 કિલોગ્રામ વજનની કેટેગરીમાં મહિલા કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યં. તેમણે કુલ 202 કિલો વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યો, મીરાચાનૂની સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને અભિનંદન પાઠવ્યાં છે અને દેશ માટે આ ગૌરવની પળ ગણાવી.