30 વર્ષીય મનિષ પાંડે સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે, તે અંગે માહિતી પણ સામે આવી ચૂકી છે. હાલ મનિષ પાંડે વિજય હજારે ટ્રૉફીમાં સારુ પરફોર્મન્સ કરી રહ્યો છે, અને ટી20માં ટીમ ઇન્ડિયા તરફથી રેગ્યુલર રમી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનિષ પાંડેએ ડિસેમ્બરમાં પોતાના લગ્નનું શેડ્યૂલ એટલા માટે રાખ્યું છે કે તે દરમિયાન ભારતીય ટીમના તેના સાથી વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે પણ ઉપલબ્ધ રહેશે. તેઓ પણ મનિષના લગ્નમાં હાજરી આપી શકે છે.
મનિષ પાંડે વેસ્ટ ઈન્ડીઝ ટૂર પર ભારતીય ટીમ સાથે રહ્યો હતો. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. છત્તીસગઢ વિરુદ્ધ બેંગલુરુમાં 142 રનની અણનમ ઈનિંગ રમી હતી. અશ્રિતા શેટ્ટી સાઉથ ઈન્ડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે. ઈન્દ્રજીત અને ઉદ્યમ એનએચ 4 ફિલ્મમાં કામ કરી ચૂકી છે.