ત્રીજી ટેસ્ટની પીચ કેવા ખેલાડીને વધુ મદદ કરશે? ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
હેરિસે કહ્યું કે મે આજે સવારે પીચ જોઇ અને તે તે જ મેચના જેવી છે. આ એવી પીચ છે જ્યાં તેમ ધૈર્યથી રમશો તો રન બનાવશો. જોકે, ક્યૂરેટરનું કહેવું છે કે આ પીચ બેટ્સમેન અને બૉલર બન્નેને બરાબરની મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે, પહેલી એડિલેડ ટેસ્ટ ભારત 31 રનથી જીત્યુ હતુ, જ્યારે બીજી પર્થ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા 146 રનથી જીત્યુ હતુ. આ સાથે જ ચાર ટેસ્ટની સીરીઝમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે.
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવવાની છે. મેલબોર્નની પીચને લઇને ઓસ્ટ્રેલિયાના ઓપનર માર્ક્સ હેરિસે મોટો ખુલાસો કર્યો છે.
માર્ક્સ હેરિસે કહ્યું કે, એમસીજી પીચ પર ઘાસ જોઇને ગભરાવવાની જરૂર નથી કેમકે સંયમથી રમતા બેટ્સમેન રન બનાવી શકે છે. હેરિસે વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સની વચ્ચે આ પિચ પર રમાયેલી શેફિલ્ડ શિલ્ડ મેચનું ઉદાહરણ આપતા કહ્યુ કે મેચ પહેલા તેને લાગ્યુ હતુ કે આ મેચ દોઢ દિવસમાં પુરી થઇ જશે પણ તેને અહીં નૉટઆઉટ 250 રન બનાવ્યા હતા.