લંડનઃ ઇંગ્લેન્ડના ઓપનર માર્કસ ટ્રેસ્કોથિકે ગુરુવારે જાહેરાત કરી તે આ સીઝનના અંતમાં તે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી લેશે. 43 વર્ષીય માર્કસે 1993માં સમરસેટ માટે ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તે કાઉન્ટી ટીમનું પ્રતિનિધિત્વ કરનાર મહાન ખેલાડીઓની શ્રેણીમાં સામેલ થાય. આ 43 વર્ષનાં ઑપનર બેટ્સમેને ઇંગ્લેન્ડ માટે 76 ટેસ્ટ અને 123 વન ડે રમી છે. પ્રથમ શ્રેણીની મેચોમાં અત્યાર સુધી 26234 રન બનાવ્યા છે.



સમરસેટની વેબસાઇટ અનુસાર ટ્રેસ્કોથિકે કહ્યું કે, “આ 27 વર્ષ અવિશ્વસનીય રહ્યા અને મે તેની દરેક પળોને માણી, પરંતુ દરેક ચીજનો અંત હોય છે. મે ક્લબ અને મારા પરિવાર સાથે ભવિષ્યને લઇને ચર્ચા કરી અને અમને લાગે છે કે આ જાહેરાત કરવા માટે યોગ્ય સમય છે.”



હાલમાં જ ટ્રેસ્કોથિકે વિશ્વ કપ માટે પોતાની ફેવરેટ ટીમની જાહેરાત કરી હતી અને ઇંગ્લેન્ડને ફેવરેટ માન્યું હતુ. તેણે કહ્યું હતુ કે, “મારા મતે વર્લ્ડકપ અંતિમ 4માં જગ્યા બનાવશે તે ઇંગ્લેન્ડ, ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમો છે. આ ખરેખર ઘણી મજેદાર ટૂર્નામેન્ટમાં છે.”