સેમ્યુઅલ્સ એટલો ભડક્યો હતો કે તેણે સ્ટોક્સની વાઇફ માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન શેન વોર્ને રિએક્ટ કર્યું અને સેમ્યુઅલ્સને આવા વ્યવહાર માટે ફટકારી લગાવી. વોર્ને ટ્વિટ કરીને લખ્યું, આ ખૂબ જ દુખદ પરિસ્થિતિ છે. કારણકે તેને દેખીતી રીતે ગંભીર સહાયની જરૂર છે, પણ તેના કોઈ મિત્ર નથી અને તેમના જેવા ભૂતપૂર્વ સાથી પણ નથી. ફક્ત એટલા માટે કે તમે સામાન્ય ક્રિકેટર હતા. સામાન્ય વ્યક્તિ બનવાની જરૂર નથી.
માઇકલ વોને કહ્યું, રમતમાંથી આપણે જાતિવાદને ખતમ કરવા ઈચ્છીએ છીએ।. સ્ટોક્સની આ મજાકને આગળ નહોતી વધારવી. સેમ્યુઅલ્સની આ કમેંટે સમગ્ર ક્રિકેટ જગતને હેરાન કરી દીધું છે. તેના આ પ્રકારના વ્યવહારથી ફેન્સ અને ક્રિકેટ પંડિતો ઘણા હેરાન છે.
સ્ટોક્સે તેની ઇન્સ્ટા સ્ટોરી પર કેટલીક તસવીર શેર કરી હતી. જેમાં તેમાં અને સેમ્યુઅલ્સ વચ્ચે મતભેદ જોવા મળતા હતા. સ્ટોક્સે ઈન્સ્ટા સ્ટોરી પર ક્વોરન્ટાઈનનો અનુભવ શેર કર્યો હતો અને લખ્યું કે, ક્વોરન્ટાઈનમાં રહેવું કેટલું તકલીફદાયક છે. આ અનુભવ હું મારા સૌથી જૂના દુશ્મનને પણ નહીં કહું. આ સ્થિતિમાં સ્ટોક્સના ભાઈએ તેને પૂછ્યું કે શું તું માર્લન સેમ્યુઅલ્સની સાથે આવું નહીં થવા દે જેના પર સ્ટોક્સે જવાબ આપતાં લખ્યું કે, ના બિલકુલ નહી, આ ખૂબ ખરાબ છે. આ વાતને લઇ સેમ્યુઅલ્સ ભડક્યો અને ગુસ્સામાં તેણે ન લખવાનું લખી નાંખ્યું હતું.
સેમ્યુઅલ્સ અને સ્ટોક્સ વચ્ચે મતભેદની શરૂઆત 2015થી થઈ હતી.
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 980 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 1.70 લાખ, મૃત્યુઆંક 3700ને પાર
બિહારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલી બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસે કહ્યું- મને ધમકાવવામાં આવી, મારા પર દુષ્કર્મ થઈ શકતું હતું
સી પ્લેનના ભાડામાં તોતિંગ ઘટાડોઃ હવે કેટલા રૂપિયામાં કરી શકાશે બંને તરફની મુસાફરી?